Monday, September 5, 2016

બેડલેન્ડ્સ નેશનલ પાર્ક | Badlands National Parks


બેડલેન્ડ્સ નેશનલ પાર્ક (Badlands National Parks)

બેડલેન્ડ્સ નેશનલ પાર્ક - એ USAના સાઉથ ડકોટા રાજ્યમાં આવેલ પ્રદેશ છે. 2,42,756 એકરના આ વિશાળ પ્રદેશને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાપ્ત છે. જ્વાળામુખીથી ઉદભવેલા અને તીક્ષ્ણ ઘસારો પામેલા શિખરો-કુંદો અને મોટા લીલા ઘાસનાં મેદાન નું સંમિશ્રણ આ પ્રદેશની વિશેષતા છે.

બાઇસન (અમેરિકન ભેંસ) જેવા પ્રાણી અહીં વિશાળ માત્રામાં જોવા મળે છે, જયારે બ્લેક ફેરેટ જેવી લુપ્ત થઇ રહેલ પ્રજાતિ માટેનું અભયારણ્ય પણ આ જ ક્ષેત્રમાં આવેલ છે.  


સવાર અથવા સાંજના સૂર્યના કિરણો વચ્ચે  આ પ્રદેશમાંથી પ્રવાસ કરવો એ જીવનનો ઉત્તમ લહાવો છે. પ્રકાશની ધૂપ-છાંવ બેડલેન્ડ્સનાં શિખરોમાં નવી-નવી ભાત ઉભી કરે છે. કુદરતની આ વિશેષતાને ઓળખીને તેને સંરક્ષણ આપી પ્રવાસન યોગ્ય બનાવવા માટે સ્થાનીય પ્રશાસન અને વ્યવસ્થાને ધન્યવાદ આપવા ઘટે છે.
Badlands National Park is situated in South Dakota state of USA. It is 242,756 acres of protected land. Its specialty is beautiful blend of sharply eroded spires and peaks made from volcano and grass prairies. Different layers of hill displays different colors on spires. Animals like Bison (American Buffalo) are largely seen in this area. Some part of the Badlands is sanctuary for black ferret, one of the most endangered species of northern american continent.
Driving through Badlands during dawn or dusk with inclined sunlight is a "life-time" experience. Many congratulations to local administration and management for identifying and acknowledging natures beauty and protecting-promoting this place as a travel destination.