Friday, December 15, 2017

Champaner (ચાંપાનેર)


ચાંપાનેર (Champaner)



દક્ષિણનો ભદ્ર દ્વાર
Southern Bhadra Gate
ચાંપાનેર, વડોદરાથી 47 કી.મી. ઉત્તર-પૂર્વમાં આવેલ ઐતિહાસિક નગર છે. આ નગરની સ્થાપના 8મી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી. તેનું નામકરણ વનરાજના મંત્રી અને મિત્ર ચંપા પરથી કરવામાં આવ્યું હતું.  કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી પાવાગઢની તળેટીમાં વસેલા આ નગરને 15મી સદીમાં મહમૂદ બેગડા દ્વારા જીતી લેવામાં આવ્યું.

શહેરની મસ્જીદ
Shaher's Masjid
મહમૂદે આ નગરને નવેસરથી વસાવી, તેને ફરતે કિલ્લો બંધાવ્યો, નવા સ્થાપત્યો બંધાવ્યા, નગરને મુહંમદાબાદ નામ આપ્યું અને ગુજરાતની રાજધાની અમદાવાદથી ખસેડીને અહી સ્થાપિત કરી. મહમૂદના શાસનકાળમાં આ નગરની સમૃદ્ધિ ચરમસીમાને પામતી હતી.

જામી મસ્જીદ
Jami Masjid
મહમૂદના મૃત્યુના થોડા વર્ષો બાદ સત્તા પરિવર્તન અંને રાજકીય કારણોસર રાજધાની પાછી અમદાવાદ ખસેડવામાં આવી.

મહમૂદના કાળમાં બનાવવામાં આવેલ શહેરને ફરતે કિલ્લો, શહેરની મસ્જીદ, બે માળની બેનમૂન જામી મસ્જીદ, એક મીનાર મસ્જીદને પુરાતત્વની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આ સ્થાપત્યોને UNESCO દ્વારા World Heritage Site તરીકે નવાજવામાં આવ્યા છે.

પ્રકૃતિપ્રેમી, ઈતિહાસરસિકો અને સાહસિક પ્રવાસીઓ માટે આ ઉત્તમ પર્યટન સ્થળ છે.
જામી મસ્જીદનો ગુંબજ
Central Dome of Jami Masjid

Champaner is a historic town, situated 47 km North - east from Vadodara. The city was founded in the 8th century by king Vanraj Chavda. This town was named after his minister and friend Champa. Town, full of natural beauty situated in the foothills of Pavagadh was conquered by Mahmood Begda in the 15th century.
 
Mahmood renewed fate of the town, he built citadel around the town, built new buildings, renamed it as Muhhamadabad and moved capital of Gujarat from Ahmedabad to here. In Mahmood's time the town's prosperity reached new heights.

A few years after Mahmood's death, due to the change of power and other political reasons the capital moved back to Ahmedabad.

The Citadel, the city mosque, two-storey iconic Jami Mosque, one minaret mosque built during Mahmood time have historic and archaeological significance. The architecture has been honored as a World Heritage Site by UNESCO.

This is one of the best tourist destination for nature-lovers, adventurous travelers and historians.







No comments:

Post a Comment