બેડલેન્ડ્સ નેશનલ પાર્ક (Badlands National Parks)
બેડલેન્ડ્સ નેશનલ પાર્ક - એ USAના સાઉથ ડકોટા રાજ્યમાં આવેલ પ્રદેશ છે. 2,42,756 એકરના આ વિશાળ પ્રદેશને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાપ્ત છે. જ્વાળામુખીથી ઉદભવેલા અને તીક્ષ્ણ ઘસારો પામેલા શિખરો-કુંદો અને મોટા લીલા ઘાસનાં મેદાન નું સંમિશ્રણ આ પ્રદેશની વિશેષતા છે.બાઇસન (અમેરિકન ભેંસ) જેવા પ્રાણી અહીં વિશાળ માત્રામાં જોવા મળે છે, જયારે બ્લેક ફેરેટ જેવી લુપ્ત થઇ રહેલ પ્રજાતિ માટેનું અભયારણ્ય પણ આ જ ક્ષેત્રમાં આવેલ છે.
સવાર અથવા સાંજના સૂર્યના કિરણો વચ્ચે આ પ્રદેશમાંથી પ્રવાસ કરવો એ જીવનનો ઉત્તમ લહાવો છે. પ્રકાશની ધૂપ-છાંવ બેડલેન્ડ્સનાં શિખરોમાં નવી-નવી ભાત ઉભી કરે છે. કુદરતની આ વિશેષતાને ઓળખીને તેને સંરક્ષણ આપી પ્રવાસન યોગ્ય બનાવવા માટે સ્થાનીય પ્રશાસન અને વ્યવસ્થાને ધન્યવાદ આપવા ઘટે છે.

Driving through Badlands during dawn or dusk with inclined sunlight is a "life-time" experience. Many congratulations to local administration and management for identifying and acknowledging natures beauty and protecting-promoting this place as a travel destination.